
અમેરિકાનું ન્યુયોર્ક શહેર હવે નવું વુહાન બની ચૂક્યું છે. અમેરિકા તેના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારે આ મહામારીનો સામનો કરી રહ્યું છે. તેની પાછળ મોટું કારણ છે વાઈરસનો સૌથી ઘાતક ટાઈપ(એ) જે અમેરિકામાં સક્રિય છે. આ વાઈરસના ત્રણ ટાઈપ(સ્ટ્રેન) સમગ્ર દુનિયામાં ફેલાયા છે. આ દાવો કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેના અભ્યાસમાં કર્યો હતો. અભ્યાસ મુજબ કોરોના પહેલાં ચામાચીડિયાથી પેંગોલિન જેવાં પ્રાણીઓમાં ફેલાયો, તે પછી વુહાનમાં માનવી ચેપગ્રસ્ત થયો. યુનિવર્સિટીએ માનવી પર હુમલો કરનારા કોરોનાના પ્રથમ પ્રકારને ટાઈપ-એ ગણાવ્યો છે. આ વાઈરસ વધારે દિવસ સુધી ચીનમાં ન રહ્યો અને હવે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં કેર વર્તાવી રહ્યો છે. ટાઈપ એનું બદલાયેલું સ્વરૂપ ટાઈપ બી છે જેણે ચીનમાં હજારો લોકોના જીવ લીધા. તે પછી ટાઈપ બી યુરોપ, દ.અમેરિકા અને કેનેડા પહોંચ્યો. કોરોનાનો ત્રીજો પ્રકાર ટાઈપ સી છે. તે સિંગાપોર, ઈટાલી અને હોંગકોંગમાં હજારોને ભરખી ચૂક્યો છે. અમેરિકાના માઉન્ટ સિનાઈ હોસ્પિટલના જીનોમ પર આધારિત અભ્યાસમાં ખુલાસો થયો છે કે અમેરિકાના ન્યુયોર્કમાં કોરોનાનો કેર મચાવનારા વાઈરસનો પ્રકાર યુરોપથી આવ્યો છે. પ.અમેરિકામાં ચીનથી આવેલા ટાઈપ-બી વાઈરસે તબાહી મચાવી છે.
ટાઈપ-એ
- ચામાચીડિયા અને પેંગોલિનમાં મળેલાં કોરોના વાઈરસ જેવો
- દુનિયાભરમાં ફેલાવાનું મુખ્ય કારણ આ જ વાઈરસ ગણાય છે
- ચીનમાંથી ધીમે ધીમે પણ સંપૂર્ણ દુનિયામાં ઝડપથી ફેલાયો
ટાઈપ-બી
- વુહાનમાં મળી આવેલા વાઈરસનું બદલાયેલું સ્વરૂપ છે.
- એ ટાઈપમાં મ્યુટેશનથી બન્યું, ફેલાવાનું મૂળ તેને જ મનાય છે.
- ચીનમાં ધીમે ધીમે પણ સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાયો
ટાઈપ-સી
- ટાઈપ ટુમાંથી પેદા થયો છે. એક જ મ્યુટેશન અલગ દેખાય છે.
- યુરોપમાં આ પ્રકારનો વાઈરસ સિંગાપોરના માધ્યમથી ફેલાયો
- આ પ્રથમ બે પ્રકાર જેટલો ઘાતક નથી.
વાઈરસનો મૂળ સ્ટ્રેન સપ્ટેમ્બરથી ચીનમાં ફરી રહ્યો હતો
- વાઈરસની જેનેટિક હિસ્ટ્રી શોધવા માટે અભ્યાસ 24 ડિસેમ્બરથી 4 માર્ચ વચ્ચે કરાયો હતો.
- તેનાથી સ્પષ્ટ થયું કે ફક્ત ચીનથી જ નહીં યુરોપથી આવેલા કેરિયર્સથી પણ અમેરિકામાં કોરોના ફેલાયો.
- ટ્રમ્પે ચીનથી લોકોના આવવા પર બેન 31 જાન્યુઆરીએ મૂક્યો હતો, જોકે યુરોપથી 11 માર્ચે પ્રતિબંધ મૂક્યો.
- આ દરમિયાન ઈટાલી અને સ્પેનમાં કેસ ઝડપથી વધી રહ્યા હતા, એટલા માટે જે લોકો પાછા ફર્યા, તેમનાથી ચેપ ફેલાયો.
- અભ્યાસથી જાણ થઈ કે વાઈરસનો મૂળ સ્ટ્રેન ગત વર્ષ સપ્ટેમ્બરથી જ ચીનમાં ફરી રહ્યો હતો.
- અમેરિકામાં એ-ટાઈપ અને બી ટાઈપ બંનેની અસર થઇ, એટલા માટે મૃત્યુ વધ્યાં.
- ન્યુયોર્કમાં આ યુરોપથી આવેલા લોકોથી તથા બી-ટાઈપ ચીનથી આવેલા પશ્ચિમ કિનારે કેર વર્તાવી રહ્યો છે.
- બ્રિટન, બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્પેનમાં પણ બી-ટાઈપની વધુ અસર છે.
- સી-ટાઇપની વાત કરીએ તો તેણે સિંગાપોર, ઈટાલી અને હોંગકોંગમાં હજારોના જીવ લીધા છે.
- ડેટાના આધારે જાણ થઈ કે વાઈરસ દુનિયામાં બી-ટાઈપથી ઝડપથી ફેલાતો જઈ રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cdvhZX
No comments:
Post a Comment