Ad

Monday, April 27, 2020

મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં દેશમાં ગુજરાત બીજા ક્રમે, AUMમાં ગુજરાતનો 5 લાખ કરોડનો હિસ્સો છે

સલામત રોકાણ એવા મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. ઓછું જોખમ લેવા ઇચ્છતો વર્ગ મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષાઇ રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનું 26 લાખ કરોડનું માર્કેટ છે જેમાં ગુજરાત બીજા ક્રમ સાથે 4.5-5 લાખ કરોડનું રોકાણ ધરાવે છે. ગુજરાતમાંથી સરેરાશ 50-55 લાખ રોકાણકારો રોકાણ કરી રહ્યાં છે.

મ્યુ.ફંડમાં SIP શ્રેષ્ઠ ઓપ્શન
મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇનવેસ્ટમેન્ટ પ્લાન (SIP) રૂટ દ્વારા રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. નાના રોકાણકારો એક સાથે રોકાણના બદલે દર મહિને અમુક નિશ્ચિત રકમ ફંડમાં રોકાણકરી રહ્યાં છે. દેશમાં ચાર કરોડથી વધુ રોકાણકારો એસઆઇપીનો રૂટ અપનાવી રહ્યાં છે. વૈશ્વિક બજારની તુલનાએ દેશમાં મ્યુ.ફંડમાં રોકાણ રેશિયો સિંગલ ડિજિટમાં છે જે આગામી ટૂંકાગાળામાં ડબલ ડિજિટમાં પહોંચી જશે. - જિગનેશ માધવાણી, ટોરીન વેલ્થ ગ્રૂપ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/3aMnNvI

No comments:

Post a Comment