
કોરોના વાઇરસથી સૌથી વધુ અસર અમેરિકા પર પડી છે. અહીં 34 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સે વાચકોને કોરોના અંગેના તેમના સવાલો મોકલવા કહ્યું તો મોટા ભાગના લોકોએ પૂછ્યું કે આ વાઇરસ બૂટ-ચપ્પલથી કે તેઓ જે કપડાં પહેરીને ખરીદી કરવા જતા હોય તેનાથી ફેલાઇ શકે? વર્જિનિયા ટેકના એરોસોલ સાયન્ટિસ્ટ ડૉ. લિન્સે મારએ કહ્યું કે વાઇરસ ક્યારે ખતમ થશે તે મેડિકલની સાથોસાથ આપણી રહેણીકરણી પર પણ આધાર રાખે છે. બુટ-ચપ્પલની વાત કરીએ તો તેનું સ્થાન ઘરની બહાર જ હોવું જોઇએ. જો તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હોવ તો વારંવાર કપડાં બદલવાની પણ જરૂર નથી પરંતુ જો આપણે આ વાઇરસને હળવાશથી લીધો તો તે આપણને શોધી કાઢશે. તેથી આપણે વધુ તકેદારી રાખવાની જરૂર છે. ધોઇને સૂકવવામાં આવેલા કપડાંથી ચેપનો કોઇ ખતરો નથી પણ કપડાં ઝાટકીને ચેપ ખતમ કરી શકાતો નથી. તેમના જવાબો વાંચો...
શું મારે કરિયાણાની દુકાનેથી ઘરે આવીને કપડાં બદલવા જોઇએ અને નહાવું જોઇએ?
જો તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હોવ તો તમારે વારંવાર કપડાં બદલવાની કે નહાવાની કોઇ જરૂર નથી. હાથ ધોતા રહેવું જોઇએ. એક સૂક્ષ્મ ટીપું કે જે થોડી વાર માટે હવામાં રહે છે તે કપડાં પર ચોંટવાની શક્યતા એરોડાયનેમિક્સના કારણે નહિવત હોય છે.
સૂક્ષ્મ ટીપાં અને વાઇરલ કણ સામાન્ય રીતે આપણા કપડાં પર નથી ચોંટતાં તેનું શું કારણ?
કપડાં જેવી છિદ્રાળુ સપાટી પર કોરોના વાઇરસ લાંબા સમય સુધી જીવંત નથી રહી શકતો. છિદ્રાળુ સપાટીમાં વાઇરસ ફસાઇ જાય છે. તમે ધીમે ધીમે ચાલતા જતા હોવ અને કોઇ છીંક ખાય તે કણોને તમે શ્વાસ છોડતી વખતે દૂર પણ ધકેલતા હોવ છો.
શું મારા વાળ કે દાઢીમાં વાઇરસ હોઇ શકે?
ચેપનો વધારે ખતરો ત્યારે હોય છે કે જ્યારે તમારી નજીકમાં હોય તેવી વ્યક્તિ છીંક ખાય તેના કણો સારા એવા પ્રમાણમાં તમારા સુધી પહોંચ્યા હોય. તમે જ્યાં હોવ તે જમીન પર પણ ઘણા બધા કણો હોવા જોઇએ. ત્યાર બાદ તમે તમારા વાળ કે કપડાંના તે ભાગને સ્પર્શ કરો કે જ્યાં વધુ કણો પડ્યા છે અને તેને ચહેરાના કોઇ ભાગના સંપર્કમાં લાવો તો જોખમ રહે છે. તેમ છતાં સાવચેતી રાખો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VkvnJo
No comments:
Post a Comment