ઉ.ગુજરાતમાં રવિવારે પોણો ડિગ્રી સુધી ગરમી વધીને પારો 40 ડિગ્રીએ પહોંચતાં દિવસભર આકરી ગરમી અનુભવાઈ હતી. બીજી બાજુ હવામાં વધુ પડતાં ભેજના કારણે ગરમી સાથે ઉકળાટ અનુભવાયો હતો. અંશતઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો રીતસરના પરસેવે રેબઝેબ બન્યા હતા. જેના કારણે ડીસાનું 40 ડિગ્રી, ઇડરનું 39.7 ડિગ્રી, મહેસાણા અને પાટણનું 39.5 ડિગ્રી અને મોડાસાનું 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે આગામી 24 કલાક ગરમીમાં સામાન્ય ઉતાર-ચડાવ જોવા મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2yPTnv6
No comments:
Post a Comment