લોકડાઉન દરમિયાન બહાર રખડવા નીકળી પડતાં લોકો સામે કડકાઇ દાખવી પોલીસે છેલ્લા દોઢ મહિના દરમિયાન વાહન ડિટેઇન કરવાની કાર્યવાહી કરી હતી, જેના કારણે પોલીસ સ્ટેશન સંકુલો વાહનોથી ભરાઇ ગયા હતા. આથી ટુ-વ્હિલરના રૂ.500 અને ફોર વ્હિલરના રૂ.1 હજાર દંડ લઇને ડિટેઇન કરાયેલા વાહનો મુક્ત કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં જિલ્લાની પોલીસે અત્યાર સુધીમાં 2200 જેટલા વાહનો પરત કરી રૂ. 20 લાખનો દંડ વસૂલ્યો છે. જ્યારે બીજીબાજુ એવા ઘણા વાહન માલિકો છે કે જેઓ ડિટેઇન થયેલું વાહન લેવા પોલીસ સ્ટેશન ના જતા પોલીસે તેમના સરનામા અને મોબાઇલ નંબરને આધારે વાહન લઇ જવા જાણ કરવી પડી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cQUD04
No comments:
Post a Comment