
અમેરિકા કોરોનાનું હોટસ્પોટ બની ચૂક્યું છે. સૌથી વધુ દર્દી અને મૃત્યુ અહીં જ થયાં છે. આ બદહાલી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને દોષિત ઠેરવ્યું છે. ટ્રમ્પે ડબ્લ્યૂએચઓ પર કોરોના વાઈરસને મહામારી જાહેર કરવામાં વિલંબ કરવા અને ચીનને મદદરૂપ થઈને દુનિયાને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો. નારાજ ટ્રમ્પે ડબ્લ્યૂએચઓ સાથેના સંબંધોનો અંત લાવવાની જાહેરાત પણ કરી દીધી છે. અમેરિકા તેને વાર્ષિક 3,375 કરોડ રૂપિયા આપે છે જ્યારે ચીન 300 કરોડ. કોરોના સામે લડવા અમેરિકાએ 9000 કરોડ રૂપિયા આપ્યા હતા. એવામાં એ સવાલ ઊભો થાય છે કે અમેરિકા વિના દુનિયાનું સૌથી મોટું સ્વાસ્થ્ય સંગઠન ટકી પણ શકશે કે નહીં? તેના સ્વાસ્થ્ય પર શું અસર થશે.
આ નિર્ણય વર્તમાન સ્થિતિમાં વિનાશકારી સાબિત થવાની શક્યતા
ગ્રિફિથ યુનિવર્સિટીના સ્વાસ્થ્ય પ્રશાસન નિષ્ણાત ડૉ. સારા ડેવિસ કહે છે કે ડબ્લ્યૂએચઓએ જુદા જુદા કાર્યક્રમો અંગે આકરા નિર્ણયો કરવા પડશે. અનેક દેશોને અપાતી મદદમાં પણ કાપ મૂકવો પડશે. જ્યારે સિડની યુનિવર્સિટીમાં ડબ્લ્યૂએચઓ કોલેબરેટિંગ સેન્ટર ફોર ફિજિકલ એક્ટિવિટી અને ન્યૂટ્રિશનના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોફેસર એડ્રિયન બાઉમેન અનુસાર અમેરિકાનો આ નિર્ણય વર્તમાન સ્થિતિમાં વિનાશકારી સાબિત થઇ શકે છે. નિષ્ણાતો અનુસાર ટ્રમ્પના આ નિર્ણયથી ડબ્લ્યૂએચઓના દુનિયાભરમાં ચલાવાઈ રહેલા સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં મદદ કરનારા 800થી વધુ સહયોગીઓ પર અસર થશે.
ગરીબ અને નબળી સ્વાસ્થ્ય સુવિધા ધરાવતા દેશોને નુકસાન
- નિષ્ણાતો અનુસાર ટ્રમ્પના નિર્ણયથી સૌથી વધુ નુકસાન નબળી સ્વાસ્થ્ય પ્રણાલી ધરાવતા અને ગરીબ દેશોને નુકસાન થશે.
- ફન્ડિંગ ઓછું થવાથી મહામારીને રોકવા કે વેક્સિનેશન કાર્યક્રમોમાં મદદ કરવા માટે પાયાનું માળખું બનાવવામાં તકલીફ પડશે.
- ડબ્લ્યૂએચઓ ટ્રિપલ બિલિયન ટાર્ગેટ પર કામ કરી રહ્યું છે – 100 કરોડ લોકોને યુનિવર્સલ હેલ્થ કવરેજ, 100 કરોડને ઇમરજન્સી સ્વાસ્થ્ય સુવિધા અને 100 કરોડને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય આપવું. એવામાં ફન્ડિંગ રોકાઈ જવાથી આ 300 કરોડ લોકો પર ડબ્લ્યૂએચઓના નબળા થવાની અસર થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eCPR7k
No comments:
Post a Comment