
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ત્રીજી જૂને 80થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. અરબ મહાસાગરમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી 48 કલાકમાં મજબૂત બનીને 3થી 4 જૂનની આસપાસ દેશની ઉત્તર દિશામાં આગળ વધીને ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે લેન્ડફોલ કરશે એવી હવામાન વિભાગની આગાહી છે. જેમ જેમ આ સિસ્ટમ નજીક આવશે તેમ તેમ રાજ્યમાં પ્રિ-મોનસૂન ગતિવિધિઓ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા કે હળવો વરસાદ શરુ થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.
દક્ષિણ-પૂર્વ તેમજ પૂર્વ-મધ્ય અરબ સાગરની આસપાસ લો-પ્રેશર
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, લક્ષદ્વીપમાં સક્રીય થયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી દક્ષિણ-પૂર્વ તેમજ પૂર્વ-મધ્ય અરબ સાગરની આસપાસ લો-પ્રેશર રચાયું છે, આ લો-પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં અને ત્યારબાદના 24 કલાકમાં ટ્રોપીકલ સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઇને લગભગ દેશના ઉત્તરમાં ગતિ કરીને તા. 3 જૂન આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક પહોંચશે. આંતરરાષ્ટ્રીય એજન્સી JTWC આ સિસ્ટમને 93 A INVEST નામ સાથે ટ્રેક કરી રહી છે, જેનું સવારમાં 5:30 વાગ્યે લોકેશન 10.4 ઉત્તર અને 72.2 પૂર્વમાં છે, સિસ્ટમ સાથે સંકળાયેલા વાદળોનો જથ્થો સિસ્ટમના કેન્દ્રથી ઉત્તર દિશામાં રહેલો છે.
વાવાઝોડા વિશે તમારા દરેક સવાલના જવાબ
સવાલ: ગુજરાતમાં વાવાઝોડું કયા ટકરાશે?
જવાબ: આગામી 24-48 કલાકમાં સ્પષ્ટ થશે. દક્ષિણ ગુજરાત પર સૌથી વધારે અસરની શક્યતા છે.
સવાલ: કઈ ગતિએ ત્રાટકવાના શક્યતા?
જવાબ: 80-120 કિમની ઝડપે પવન ફૂંકાશે.
સવાલ: વાવાઝોડની ચોમાસા પર શું અસર?
જવાબ: હાલના અંદાજે તેની ચોમાસા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.
સવાલ: કયા વિસ્તારોમાં વરસાદ શક્ય?
જવાબ: વાપી, વલસાડ તથા સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં વરસાદ શક્ય.
રાજ્ય માટે આગામી 48 કલાક મહત્ત્વના
હાલ સિસ્ટમના ચોક્કસ લેન્ડફોલ સ્થળ બાબતે વૈશ્વિક ટોપ મોડેલોમાં મત-મતાંતર છે. ચોક્કસ ‘લેન્ડફોલ સ્થળ’જાણવા માટે 24થી 48 કલાક રાહ જોવી પડશે.
એજન્સી | ક્યાં ત્રાટકશે | સમય- તારીખ |
યુરોપિયન | વલસાડ- નવસારી | 3:30 કલાકે 3 જૂન |
ઈંગ્લેન્ડ | ઉત્તર કોંકણ કોસ્ટ | વહેલી સવારે 4 જૂન |
અમેરિકા | કોંકણ, વસઇ-મુંબઇ | 9.30 કલાકે 3 જૂન |
જર્મની | વલસાડ-નવસારી | સવારે 11.30 કલાકે 4 જૂન |
ભારતનું IMD | સુરત-વાપીનાં દરિયાકાંઠે | વહેલી સવારે 4 જૂન |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eAxm33
No comments:
Post a Comment