Ad

Friday, April 10, 2020

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

વિશ્વભરમાં કોરોનાના દર્દીઓ 17 લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં એક લાખ બે હજાર 734 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ 76 હજાર 325 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. મહામારીની ઈટાલી પછી સૌથી ખરાબ અસર હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. અહીં કુલ પોઝિટિવ કેસ પાંચ લાખથી વધારે નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2043 લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 18 હજાર 747 થયો છે.

ઈટાલીમાં લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવાયું છે. અહીં કોરોનાના 1.48 લાખ પોઝિટિવ કેસ અને 18 હજાર 849 લોકોના થયા છે. ઈટાલીમાં અમેરિકા કરતા 100 મૃત્યુઆંક વધારે છે. અમેરિકામાં આજ સાંજ સુધીમાં અન્ય દેશની સરખામણીમાં સૌથી વધારે મૃત્યુઆંક થઈ જવાની આશંકા છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં રોજ બે હજારની આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

સ્ટોરીમાં તમામ દેશની માહિતી અને ફોટા ઉમેરવામાં આવી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમેરિકાનના બ્રૂકલિન સ્થિત હોસ્પિટલમાં દર્દીને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. ન્યૂયોર્કમાં 1.77 લાખ કોરોનાના દર્દી છે.


from Divya Bhaskar https://ift.tt/2V1nh8x

No comments:

Post a Comment