
માત્ર પ્રિસ્ક્રિપ્શનને આધારે જ આ દવા હાલ મળી શકે છે
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને ક્લોરોક્વિનનો જથ્થો અમેરિકા મોકલવાની વાત કરી છે, જો કે ભારત સરકારે હાલ આ દવાની નિકાસ પર સખત પ્રતિબંધ મુક્યો છે તથા ખુલ્લા બજારોમાં તેના વેચાણ પર રોક છે. માત્ર પ્રિસ્ક્રિપ્શનને આધારે જ આ દવા હાલ મળી શકે છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ કહે છે કે હાલ ગુજરાતમાં જેટલાં પણ કોરોના પોઝિટીવ દર્દીઓ છે તેમને હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન દવા અપાઇ રહી છે અને ઘણાં દર્દીઓ સાજા પણ થઇ રહ્યાં છે.
કોની પાસે કેટલી દવા બનાવી શકાય
- મંગલમ ડ્રગ્સ: 14થી 15 દિવસની પ્રોડક્શન સાયકલ છે અને 20થી 25 દિવસમાં 1.5 ટન હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન બને તેટલું રો મટિરિયલ તૈયાર છે. આઠ એપ્રિલ સુધીમાં 200 કિગ્રા દવાની પહેલી બેચ તૈયાર થશે.
- કેડિલા હેલ્થકેર: 15 એપ્રિલ સુધીમાં પહેલી બેચ તૈયાર હશે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં પંદર ટન દવાનો જથ્થો બની જશે.
- વાઇટલ લેબોરેટરી: 17.50 લાખ ટેબલેટ બને તેટલો 350 કિલોગ્રામ રો મટિરીયલ છે. 8થી 9 ટન જેટલી ક્લોરોક્વિન બે મહિનામાં મળી જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aMnTo4
No comments:
Post a Comment