Ad

Sunday, March 29, 2020

ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ગુજરાતમાં આંકડો 68એ પહોંચ્યો

ભાવનગર: ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમા ચાર કેસ શહેરના અને એક કેસ જેસર તાલુકાનો છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાનલગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 63 કેસો નોંધાયા હતા જ્યારે આજના ભાવનગર 5 મળીને આંકડો 68એ પહોંચી ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Update LIVE Rajkot, 30 March 2020


from Divya Bhaskar https://ift.tt/3auhP3k

No comments:

Post a Comment