
સરહદે ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસ કરનારા ચીનની સરકારી અને ખાનગી કંપનીઓ ભારતીય બજારમાં ઘૂસણખોરી કરી ચૂકી છે. આ સિલસિલો 2010માં શરૂ થયો હતો. એ વર્ષે ચીની કંપનીઓએ ભારતમાં ફક્ત રૂ. 1 હજાર કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ એ પછી આ આંકડો વધતો ગયો. 2018 અને 2019માં બે જ વર્ષમાં ચીની કંપનીઓએ ભારતમાં રૂ. 85 હજાર કરોડનું રોકાણ કર્યું. 35% ચીની કંપનીઓ માને છે કે, 2022 સુધી ભારતીય અર્થતંત્રમાં તેજી આવી જશે.
રૂ. 7600 કરોડથી વધુ વેલ્યૂ ધરાવતા તમામ સ્ટાર્ટઅપમાં વિદેશી રોકાણ, 60%માં ચીનનું
- દેશમાં 75થી વધુ કંપનીઓમાં ચીનનું રોકાણ છે. આ કંપનીઓ ઈ-કોમર્સ, ફિનટેક, મીડિયા/સોશિયલ મીડિયા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની છે. 30 યુનિકોર્ન (1 અબજ ડૉલર એટલે કે 7600 કરોડથી વધુ વેલ્યુના સ્ટાર્ટઅપ)માંથી 18માં ચીનનું રોકાણ છે.
- રૂ. 7600 કરોડથી વધુ વેલ્યુ ધરાવતા તમામ સ્ટાર્ટઅપમાં વિદેશી રોકાણ છે, જેમાંથી 60%માં ચીનના પૈસા છે.
આ કંપનીઓ ચીનની નથી, રોકાણમાં ચીનનો હિસ્સો છે
બ્રાન્ડ | રકમ (રૂ. કરોડમાં) |
સ્નેપડીલ | 5320 |
સ્વિગી | 3800 |
ઓલા | 3800 |
પેટીએમ.કોમ | 3040 |
ફ્લિપકાર્ટ | 2280 |
બિગ બાસ્કેટ | 1900 |
ઝોમેટો | 1520 |
હાઈક | 1140 |
પેટીએમ મૉલ | 1140 |
ઓયો | 760 |
બાયજૂઝ | 380 |
ચીની કંપનીઓ ખતરનાક, કારણ કે તે તમામ ચીન સરકારને ડેટા શેર કરે છે
બ્રુકિંગ્સ ઈન્ડિયામાં પ્રકાશિત અનંત કૃષ્ણનના સંશોધન પ્રમાણે, ચીનની ટેક્નોલોજી કંપનીઓનું ભારતમાં જંગી રોકાણ ડરાવનારું છે કારણ કે, ચીન સરકાર સર્વેઈલન્સથી લઈને સેન્સરશિપ જેવા સુરક્ષા સાથેના તમામ કામ આ જ કંપનીઓ પાસે
કરાવે છે.
સીધું રોકાણ | કંપની | કરોડ રૂ.માં |
2008 | 1 | 9120 |
2009 | 1 | 2660 |
2012 | 1 | 1520 |
2014 | 2 | 2280 |
2015 | 6 | 12,388 |
2016 | 7 | 9,196 |
2017 | 6 | 21,280 |
2018 | 10 | 26,220 |
2019 | 8 | 25,536 |
સરકાર પાસે રોકાણના આંકડા નથી
ભારતના ટેક્નોલોજી ક્ષેત્રમાં ચીનના કુલ રોકાણનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કારણ કે, અનેક રોકાણો હોંગકોંગ સિંગાપોર કે કોઈ ત્રીજા દેશ થકી થયું છે. ઉદાહરણ તરીકે, શાઓમી ચીનની કંપની છે, પંરતુ ભારતના મોટા ભાગના આંકડામાં તેનો ઉલ્લેખ જ નથી. કારણ કે, શાઓમીની સબસિડિયરી કંપનીએ સિંગાપોરથી રોકાણ કર્યું છે. ચીની સરકાર પણ ભારતમાં રોકાણનો આંકડો જાહેર કરતી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2V6GzZI
No comments:
Post a Comment