Ad

Tuesday, October 6, 2020

ઉત્તર પ્રદેશમાં વધુ ચાર બળાત્કાર, પીડિત બાળકીનું મોત : યોગી સરકાર નિષ્ક્રિય


રાજસ્થાનમાં ઓળખીતા સહિત ચાર શખ્સે ગેંગરેપ કર્યો : મ. પ્રદેશમાં મહિલા પર રેપ, ચાર ઝડપાયા   

લખનઉ, તા. 6 ઓક્ટોબર, 2020, મંગળવાર

ઉત્તર પ્રદેશના હાથરસકાંડની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી, આ સિૃથતિ વચ્ચે ફરી હાથરસમાં જ માત્ર છ વર્ષની બાળકી પર રેપ ગુજારવામાં આવ્યો હતો, બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ ઘટનાને અંજામ આપનારો પરિવારનો જ એક શખ્સ સામેલ છે. બાળકીના પરિવારજનોએ બાળકીનો મૃતદેહ રસ્તા પર મુકીને વિરોધ પ્રદર્શન કર્યા હતા, સૃથાનિક ઇગલાસ પોલીસ સ્ટેશનના એસએચઓને તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

આ ઘટના પણ હાથરસકાંડ થયો તેના થોડા દિવસ બાદ જ ઘટી હતી, 15 દિવસ પહેલા સાદાબાદના મઇ જટોઇ વિસ્તારની રહેવાસી 6 વર્ષીય બાળકી પર અલીગઢ જિલ્લાના ઇગલાસ ગામમાં રેપ કરાયો હતો, બાદમાં બાળકીને દિલ્હીની એક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. 15 દિવસ સુધી આ બાળકી તડપતી રહી અને અંતે મોત નિપજ્યું હતું.

ઘટના બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ બાળકીનો મૃતદેહ રસ્તા પર મુકી દીધો હતો અને રસ્તો જામ કરી દીધો હતો. સાથે જ અપરાધી શખ્સની ધરપકડ ઉપરાંત સૃથાનિક પોલીસ અિધકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી, આ મામલામાં બાળકીની માસીનો ભાઇ જ જવાબદાર હોવાનો પરિવારે આરોપ લગાવ્યો હતો. 

જ્યારે ઉત્તર પ્રદેશના કનોજમાં નશામાં ચુર એક પિતાએ પોતાની જ 14 વર્ષની સગીરા પર રેપ ગુજાર્યો હતો. પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેના ચાર ભાઇઓને એક રૂમમાં બંધ કરીને આ સગીરા પર નશામાં ચુર નરાધમ બાપે રેપ કર્યો હતો. ઉત્તર પ્રદેશના જ ગોરખપુરમાં એક મુકબધીર યુવતી પર રેપ ગુજારવામાં આવ્યો હતો.

પોલીસે આ રેપના અપરાધ 25 વર્ષીય પિંટુ પ્રસાદ નામના શખ્સને ઝડપી પાડયો છે. ઉત્તર પ્રદેશમાં જ પ્રતાપગઢમાં એક 17 વર્ષીય યુવતી પર ચંદ્રકેશ વર્મા નામના શખ્સે રેપ ગુજાર્યો હતો. ઘટના સમયે યુવતી એકલી હતી અને તેનો લાભ લઇને આ ઘટનાને અંજામ આપ્યો હતો અને અપરાધીની ધરપકડ કરી લેવાઇ છે. 

અન્ય રાજ્યોમાં પણ રેપની ઘટનાઓ સામે આવી રહી છે. મધ્ય પ્રદેશમાં 35 વર્ષીય મહિલા પર પાંચ શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો હતો. આ ઘટના અહીંના રેવા જીલ્લામાં બની હતી, જેમાંથી ચારની ધરપકડ કરી લેવાઇ છે.

પીડિતા આ ઘટના બાદઇજાગ્રસ્ત છે અને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. પહેલી ઓક્ટોબરે આ ઘટના બની તે બાદથી પીડિતા બેભાન અવસૃથામાં હતી અને સોમવારે તેને ભાન આવ્યું હતું. રાજસૃથાનના ચુરૂમાં એક યુવતીને નશીલો પદાર્થ પિવડાવી તેના પર રેપ ગુજારાયો હતો.

આ યુવતી 24મી સપ્ટેમ્બરના રોજ ેક પરીક્ષાનું ફોર્મ ભરવા ગઇ હતી, જ્યાં તે પહેલાથી જ ઓળખીતા એક શખ્સ વિક્રમને મળી હતી. મદદ કરવાના બહાને યુવતીને કારમાં લઇ જવાઇ હતી જ્યાં પહેલાથી જ ત્રણ શખ્સો હાજર હતા. બાદમાં તેને એક રૂમમાં લઇ જવાઇ હતી જ્યાં તેના પર રેપ ગુજારાયો હતો. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GwjfR8

No comments:

Post a Comment