
પ્રેમ અને સ્નેહનાં ઉત્સવ રક્ષાબંધનને દિવસે બહેન ભાઇને રાખડી બાંધીને ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે, અને ભાઇ પણ બહેનની જીવનભર રક્ષા કરવાની સાથે અમૂલ્ય ભેટ આપે છે. પરંતુ, આનંદની વાત એ છે કે, છેલ્લાં બે વર્ષમાં અમદાવાદની કિડની હોસ્પિટલમાં એક ભાઇએ બહેનને પોતાની કિડનીનું અમૂલ્ય દાન આપીને નવજીવન આપ્યું છે. જ્યારે 12 બહેનોએ પોતાના ભાઇની રક્ષા કરવા કિડનીનું દાન કરીને ભાઇ-બહેનનો પવિત્ર સંબંધ કોઇ ભેટ-સોગાદોનો મહોતાજ નથી તે સાચા અર્થમાં યથાર્થ કર્યું છે.
2 વર્ષમાં 12 બહેને ભાઈને કિડની આપી
સિવિલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, છેલ્લાં બે વર્ષમાં 12 બહેનોએ ભાઇને કિડની દાન કરી છે, જયારે એક ભાઇએ બહેનને કિડની આપી નવું જીવન બક્ષ્યું છે. મોટેભાગે સમાજમાં માતા, બહેન, દીકરી કે પત્ની પોતાના ભાઇ, પિતા, પતિ કે દીકરા માટે અંગદાન કરતી હોય છે. ત્યારે પુરુષોએ પોતાની વ્હાલસોયી બહેન, દીકરી, માતા અને પત્નીને બચાવવા માટે આગળ આવવું જોઇએ.
બહેનની અસહ્ય પીડા ન જોઈ શકાતાં મેં કિડની દાનનો સંકલ્પ કરી લીધો હતો
હિંમતનગર પોલીસ બેન્ડમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતાં પ્રફુલ્લચંદ્ર પૂંજાલાલ મેકવાન જણાવે છે કે, મારી બહેન ડોરોથી ક્રિસ્ટોફર મેકવાન પાદરી છે, ત્રણ બહેનો વચ્ચે હું એક માત્ર ભાઇ છું, મારી બંને બહેનો કિડની આપવા તૈયાર હતી. પરંતુ, બહેન ડોરોથીને કિડનીની બીમારીના નિદાન બાદ ડાયાલીસીસની અસહ્ય પીડા જોઇને મનોમન નક્કી કર્યું હતું કે, મારી કિડનીથી હું જ નવજીવન આપીશ. મોટેભાગે મહિલા જ કિડની ડોનેટ કરતી હોય છે. મારી આજુબાજુ ઘણા કિસ્સા જોયા છે, કિડની આપ્યા બાદ તકલીફ થશે તેવા ડરથી પુરુષ કિડની આપવા તૈયાર થતા નથી. લોકોએ સમજવાની જરૂર છે કે, ઇશ્વરે દરેકને બે કિડની આપી છે, અને એક કિડનીથી સ્વસ્થ જીવન જીવી શકાય છે, કિડની ડોનેટ કર્યા બાદ જીવનું જોખમ નથી તો પછી ડર રાખ્યા વિના તમારા વ્હાલસોયાની તબિયત વધુ લથડે તે પહેલા તમારી કિડની આપીને નવજીવન આપવું જોઇએ.

પિતાની કિડનીમાં ગાંઠ હતી અંતે બહેનની કિડની જ કામે આવી
છત્તીસગઢના જસપુર જિલ્લામાં ખેતીકામ કરતાં દેવેન્દ્ર યાદવ જણાવે છે કે, તાવ અને માથાનો દુખાવો તેમજ ઊલટીઓ થયા પછી સોનોગ્રાફીમાં કિડની ડેમેજ હોવાનું નિદાન થયું હતું. જેથી રાયગઢમાં ડોકટરે મને દાખલ કરી ડાયાલીસીસ કરીને 1 મહિનો હોસ્પિટલમાં રાખ્યો. ત્યારબાદ અમદાવાદની કિડની હોસ્પિટલમાં આવતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવ્યું હતું. ત્યારે મારી મોટીબહેન અને મારા જીજાજી કિડની આપવા તૈયાર હતા. મારા પિતા પિતાની કિડનીમાં ગાંઠ હોવાથી અને મારી મમ્મીનું કિડની ટ્રાન્સપ્લાન્ટમાં જરૂરી મેચિંગ ન થયું હતું. પરંતુ, મારી મોટી બહેનનાં તમામ રિપોર્ટ સારા આવતાં એક કિડની આપીને મને નવજીવન આપ્યું છે.
કિડની મેળવનારા અને દાન કરનારાની યાદી
કિડની મેળવનાર | આપનાર |
ડોરોથી ક્રિસ્ટોફર મેકવાન | પ્રફુલ્લચંદ્ર પુંજાલાલ મેકવાન |
રાજુભાઇ શામજભાઇ મકવાણા | મધુબહેન મુળજીભાઇ ડાભી |
પ્રતાપભાઇ ભોજુભાઇ રહેવર | સરોજબહેન ખુમાનસિંગ લીંમ્બાડ |
બાબુભાઇ હરજીભાઇ બારૈયા | મણિબહેન લાલજીભાઇ બામણિયા |
મોહ. વસિમ મોહં. સાદિક પઠાણ | નાજનીનબાનું રહેમાનહુસૈન પઠાણ |
અનિલકુમાર મંગળભાઇ પટેલ | ચેતનાબેન કિરીટકુમાર પટેલ |
વિઠ્ઠલભાઇ હરગોવિંદભાઇ પટેલ | રમીલાબેન મુકુંદભાઇ પટેલ |
દેવેન્દ્ર દિલેશ્વર યાદવ | હેમલત્તા દિલેશ્વર ખુટીયા |
નંદુકમાર પુનિતરામ સાહુ | કંવરબાઇ સોનુરામ સાહુ |
આશિષભાઇ મુળજીભા સુથાર | પિંકલબેન જનકભાઇ ખરાડી |
ગુલામ ગૌસ મોહં. રિયાઝ અન્સારી | અજમેરીખાતુન અકબરઅલી અન્સારી |
ક્રિશ્નપાલસિંહ તેજસિંહ રાજપૂત | ગોપાલકંવર રતનસિંહ ચૌહાણ |
શાયોજીરામ બજરંગલાલ જાટ | મંજુ પોલુરામ જાટ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39MJyNc
No comments:
Post a Comment