
છેલ્લા 3 મહિનામાં શહેરમાં 24 ડોક્ટર, 25 કોર્પોરેટર, 2 ધારાસભ્ય, 109 હેલ્થ કર્મી તેમજ એએમટીએસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, મ્યુનિ. સ્કૂલ બોર્ડના પ્રાથમિક શિક્ષકો, વોટર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સહિત 388 લોકોને અત્યાર સુધી કોરોનાનો ચેપ લાગ્યો છે. બીજી તરફ રવિવારે શહેરમાં કોરોના પોઝિટિવના વધુ 143 કેસ નોંધાયા હતા. તેમજ વધુ બે દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1600 નજીક પહોંચ્યો છે. 17 દિવસ પછી મૃત્યુની સંખ્યા ઘટીને 2 થઈ છે.
અર્બન હેલ્થ સેન્ટરમાં કરાય છે એન્ટિજન ટેસ્ટ
અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંક 26 હજારને પાર થઈ ગયો છે ત્યારે હવે શહેરના દરેક અર્બન હેલ્થ સેન્ટરમાં એન્ટિજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. તમામ 48 વોર્ડમાં રહેતા કોઈપણ નાગરિકને કોરોનાના સામાન્ય લક્ષણ દેખાય તો તરત જ તેમના વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર ખાતે એન્ટિજન ટેસ્ટ કરાવવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે. રવિવારે અર્બન હેલ્થ સેન્ટર એન્ટિજન ટેસ્ટ માટે ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.
નવા 7 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
શહેરમાં અત્યાર સુધી કુલ 258 જેટલા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો અમલમાં છે. જેમાંથી 9 વિસ્તારમાંથી માઈક્રો કન્ટેઈનમેન્ટ રવિવારે દૂર કરવામાં આવ્યા છે. જ્યારે નવા 7 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનના 4, દક્ષિણ ઝોનમાં 2, અને પૂર્વ ઝોનમાં 1 વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં હવે મ્યુનિ. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ તેમજ સ્ક્રીનિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો મળી 2979 એક્ટિવ કેસ છે જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 520, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 504, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 452, દક્ષિણ ઝોનમાં 437, ઉત્તર ઝોનમાં 378, મધ્ય ઝોનમાં 287 અને પૂર્વ ઝોનમાં 401 કેસ છે. કોરોનાનું હોટ સ્પોટ બની ચૂકેલા મધ્ય ઝોનમાં કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
નવા 7 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા
વિસ્તાર | ઘર | વસ્તી |
ગોલ્ડ કોઈન મણિયાસા સોસાયટી, ખોખરા | 30 | 90 |
30થી 37 પ્રેના પાર્ક સોસાયટી, ભાઈપુરા | 8 | 28 |
CC1થી CF2 પારુલ ટેનામેન્ટ, ભાઈપુરા | 8 | 33 |
A/11 થી A/13, દેસાઈ પાર્ક, જીવરાજપાર્ક | 3 | 15 |
જે 601થી 604 (છઠ્ઠો માળ) ઈસ્કોન પ્લેટિનમ, બોપલ | 4 | 12 |
એલ બ્લોક, પહેલો માળ, આનલ ફ્લેટ, વેજલપુર | 4 | 9 |
એ 11,12,13, શમા સોસાયટી, વેજલપુર | 3 | 12 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30mOJAo
No comments:
Post a Comment