Ad

Wednesday, June 24, 2020

સક્રિય દર્દી વધવાનો દર 22% સુધી વધ્યો હતો, હવે 2.1% છે, દર 0% થાય તો સમજો પિક આવી ગયું

દેશમાં 25 માર્ચે શરૂ થયેલા લૉકડાઉન-અનલૉકને આજે ત્રણ મહિના પૂરા થઈ ગયા. આ 93 દિવસમાં ભારત દુનિયાના ચાર સૌથી ચેપગ્રસ્ત દેશોમાં સામેલ થઈ ગયું પણ સારી વાત એ હતી કે સક્રિય દર્દી વધવાનો દર લૉકડાઉનના આગામી 6 દિવસ બાદ જ ઘટવાનો શરૂ થઈ ગયો હતો. 1 એપ્રિલે આ દર 22% હતો, જે હવે ઘટીને 2.1% થઈ ગયો છે.

બ્રુકિંગ્સના સિનિયર ફેલો પ્રો.શમિકા રવિએ જણાવ્યું કે સક્રિય દર્દી વધવાનો દર જ્યારે 0% હોય છે તો તેને જ ચેપનો પિક કહેવાય છે. જર્મની, ફ્રાન્સ, ઈટાલી સહિત 27 દેશોમાં સક્રિય દર્દીનો વૃદ્ધિદર જ્યારે 0% પર આવ્યો તો એ દેશોમાં આગામી 7થી 10 દિવસમાં પિક જાહેર કરી દેવાયો.

દુનિયામાં આપણે ક્યાં?... 1 મહિનાથી રિકવરીમાં આગળ, મૃત્યુદર અડધો

ભારત 25 માર્ચ 25 એપ્રિલ 25 મે 24 જૂન
રિકવરી રેટ 15.20% 21.30% 41.20% 57.10%
મૃત્યુ 12 825 4172 14001
મૃત્યુદર 1.80% 3.10% 2.80% 3.20%

દુનિયામાં પણ મૃત્યુદર 2 મહિનામાં ઘટ્યો છે

રિકવરી રેટ 24.20% 29.80% 42.30% 54.10%
મૃત્યુ 21747 206622 349087 480210
મૃત્યુદર 4.60% 7.20% 6.30% 5.90%

જોકે ચીન સિવાય બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત તમામ એશિયન દેશોમાં મૃત્યુદર ભારતથી ઓછો છે.

ભારતમાં હાલ સ્થિતિ આવી છે

  • કુલ દર્દી 20 દિવસમાં બમણા થઇ રહ્યા છે
  • દેશમાં હાલમાં સાજા થનારા દર્દીનું પ્રમાણ 15 દિવસમાં બમણું થઈ રહ્યું છે
  • હાલમાં દેશમાં સક્રિય દર્દી 33 દિવસમાં બમણા થઇ રહ્યા હોવાનું વલણ છે.

15 જુલાઈ સુધીમાં આવું થઈ શકે

  • 9 લાખ કુલ દર્દી હોઈ શકે
  • 6 લાખથી વધુ સાજા પણ થઈ જશે.
  • 2.7 લાખ સક્રિય દર્દી રહેશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona active patient growth rate increased to 22%, now it is 2.1%, if the rate is 0% then understand the peak


from Divya Bhaskar https://ift.tt/3ezifYb

No comments:

Post a Comment