
અમે તમને એ જણાવતા ગર્વ અનુભવીએ છીએ અને નતમસ્તક પણ છીએ કે દેશના નંબર-1 અખબાર ગ્રૂપ ભાસ્કર જૂથે રાજસ્થાનમાં બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અખબારોની દુનિયાની સર્વોચ્ચ સંસ્થાઓ ABC અને IRS બંનેએ પોતાના તાજેતરના રિપોર્ટમાં એ પ્રમાણિત કર્યું છે કે ભાસ્કર જૂથનું અખબાર ‘દૈનિક ભાસ્કર’ હવે સંપૂર્ણ રાજસ્થાનનું નંબર-1, સૌથી વધુ વંચાતુ અને સૌથી વધુ સર્ક્યુલેશન ધરાવતું અખબાર છે. 16 લાખ 44 હજાર કોપીઓ અને 60 લાખથી વધુ વાચકો સાથે આ રેકોર્ડ સ્થાપિત થયો છે.
દૈનિક ભાસ્કરની રાજસ્થાનની યાત્રા 19 ડિસેમ્બર 1996ના રોજ એ સંકલ્પ સાથે શરૂ થઇ હતી કે જે રીતે સૂર્યનાં દરેક કિરણ પર સૌનો અધિકાર છે, એ જ રીતે ભાસ્કરના દરેક સમાચાર અને વિચાર પર તેના વાંચકોનો અધિકાર છે. આ સફર હવે તમારા વિશ્વાસથી સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ છે. આજે રાજસ્થાનમાં ભાસ્કર પાસે સૌથી વધુ એડિશન, પ્રિન્ટિંગ સેન્ટર, સૌથી મોટું નેટવર્ક અને સૌથી મોટી ટીમ છે. અખબારમાં દરેક સમાચાર સત્ય આધારિત છે અને સત્ય સાહસ સાથે સંકળાયેલું છે. ભાસ્કરે પોતાની આ સફરમાં આ જ સત્ય અને સાહસને પ્રાધાન્ય આપ્યું. ભાસ્કરનું માનવું છે કે સત્ય મુશ્કેલ હોય છે પરંતુ તે દરેક સ્થિતિમાં સાબિત થાય છે તથા સત્ય જ સમાજનો પાયો છે અને સૌથી મોટી જરૂરિયાત પણ.
સમર્પિત ટીમ અને જાગૃત વાચકોની સાથે જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સમુદ્રમાં તરતા હિમખંડ કે આઈસબર્ગની જેમ સપાટી પર દેખાતો નાનકડો બરફનો ટુકડો સપાટીની નીચે અત્યંત વિશાળ હોય છે. એવી જ રીતે તમારા હાથમાં રોજ સવારે પહોંચતું ભાસ્કર પણ અમારી 24 કલાક 365 દિવસ સાવચેત રહેતી અલગ અલગ ટીમ અને અમારા વિતરક બંધુઓની સાથે 12 રાજ્યોમાં 27 હજાર સાથીઓની મહેનતનું પરિણામ છે.
ભાસ્કરનું આકલન તેના વાચકો રોજ કરે છે, વાંધા અને સૂચનો સાથે નવા આઈડિયા આપે છે. આ જ ભાસ્કરની તાકાત છે. આ અવિશ્વસનીય સમર્થન અને વિશ્વાસ માટે પ્રત્યેક વાચક પરિવારને અમારું નમન અને આભાર.
ફરી એકવાર તમારા અખબારના સર્વોચ્ચ શિખર પર પહોંચવા બદલ આપ સૌને શુભેચ્છા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NnZkDQ
No comments:
Post a Comment