
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ગુરુવારે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું 2020નું રેન્કિંગ બહાર પાડ્યું છે. ઓવરઓલ રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ પ્રથમ નંબરે છે. યુનિવર્સિટીઓમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સિસ, બેંગલુરુ, મેનેજમેન્ટમાં IIM અમદાવાદ, મેડિકલમાં એઈમ્સ દિલ્હી અને કાયદાશાસ્ત્રમાં નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી, બેંગલુરુ પ્રથમ સ્થાને છે.
આ વર્ષે પ્રથમ વખત ડેન્ટલ કોલેજોનું પણ રેન્કિંગ બહાર પડાયું છે. જેમાં મૌલાના આઝાદ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેન્ટલ સાયન્સિસ, દિલ્હી પ્રથમ સ્થાને રહી છે. 2016થી અપાતા રેન્કિંગમાં દરેક ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ માપદંડોના આધારે પોઈન્ટ અપાય છે. જેમાં ટીચિંગ, લર્નિંગ એન્ટ રિસોર્સિસ, રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસિસ, રિઝલ્ટ અને પ્લેસમેન્ટ, વૈશ્વિક સ્તરે સંસ્થાની ભાગીદારી અને સંસ્થા અંગે લોકોની માન્યતા સામેલ છે.
કેવી રીતે બન્યા સર્વશ્રેષ્ઠ : સંસ્થાન સંચાલકોએ આ 5 પોઈન્ટમાં સમજાવ્યા
IIT-મદ્રાસ: સરકારના અનેક વિભાગ સાથે પ્રોજેક્ટ - પ્રો. ભાસ્કર રામમૂર્તિ, ડાયરેક્ટર
- 2019માં સૌથી વધુ રિસર્ચ અને પ્લેસમેન્ટ મળ્યું.
- વૈશ્વિક સ્તરે રિસર્ચમાં સૌથી વધુ ભાગીદારી રહી.
- સંરક્ષણ સહિત અનેક ઉદ્યોગો સાથે પ્રોજેક્ટમાં ભાગીદારી.
- ઈનોવેશન-સ્ટાર્ટઅપ આપ્યા.
- સરકારના અનેક વિભાગ સાથે પ્રોજેક્ટમાં સામેલ.
IIM-A: રિસર્ચ-ડેવલપમેન્ટમાં સૌથી વધુ ભાગીદારી નિભાવી - પ્રો. શૈલેષ ગાંધી, પ્રોગ્રામ ડીન
- રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સૌથી વધુ ભાગીદારી નિભાવી.
- દેશ-દુનિયામાં સૌથી વધુ એલ્યુમની સ્ટ્રેન્થ રહી.
- પબ્લિક પોલિસી અને ટીચિંગ-લર્નિંર રિસોર્સિસમાં સૌથી વધુ ભૂમિકા રહી.
- કેસ સ્ટડી મેથડમાં સૌથી વધુ સંસ્થાઓ સાથે ભાગીદારી.
મિરિન્ડા હાઉસ: રિસર્ચ સેન્ટર -ફેકલ્ટીની ઈનહાઉસ ટ્રેનિંગ - ડો. વિજયલક્ષ્મી, પ્રિન્સિપાલ
- રિસર્ચ સેન્ટર બનાવીને બેસ્ટ પ્રેક્ટિસિસ જાળવી રાખી.
- ટોચની રિસર્ચ સંસ્થાઓ સાથે જોડાયેલા વિજ્ઞાનીઓ બોલાવ્યા.
- રિસર્ચ લિન્કને મજબૂત કરી.
- ગ્રેજ્યુએશન રિઝલ્ટ, ફેકલ્ટીની ઈનહાઉસ ટ્રેનિંગ પર ફોકસ.
- ઉન્નત ભારત અભિયાનમાં સક્રિયતા, દિવ્યાંગો પર ફોકસ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YovmVe
No comments:
Post a Comment